Corona Latest Update: દેશમાં કોરોના હાંફી રહ્યો છે!, લેટેસ્ટ આંકડા આપે છે સારા સંકેત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22,889 દર્દીઓ નોંધાયા છે. જેની સામે 31,087 દર્દીઓ સાજા થયા છે. 

Corona Latest Update: દેશમાં કોરોના હાંફી રહ્યો છે!, લેટેસ્ટ આંકડા આપે છે સારા સંકેત

નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona Virus)  મહામારીની ચપેટમાં આવેલા દર્દીઓની રિકવરીમાં તેજી જોવા મળી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશના 5 રાજ્યોમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓએ મહામારી સામે જંગ જીતી છે. આ આંકડા દેશભરમાં ઠીક  થયેલા દર્દીઓના 55 ટકા છે. એટલે કે આ 5 રાજ્યોમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા દેશભરમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યાના 55 ટકા છે. આ રાજ્યો છે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કેરળ.

દેશમાં કોરોનાના ઘટી રહ્યા છે કેસ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22,889 દર્દીઓ નોંધાયા છે. જેની સામે 31,087 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 99,79,447 પર પહોંચ્યો છે. જેમાંથી 3,13,831 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે જ્યારે  95,20,827 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 338 લોકોએ દેશમાં જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુનો આંકડો 1,44,789 થયો છે. 

With 338 new deaths, toll mounts to 1,44,789. Total active cases at 3,13,831

Total discharged cases at 95,20,827 with 31,087 new discharges in the last 24 hours. pic.twitter.com/A6nPN8ofhH

— ANI (@ANI) December 18, 2020

અત્યાર સુધીમાં 15,89,18,646  કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 15,89,18,646 સેમ્પલ ટેસ્ટિંગ થયા છે. જેમાંથી 11,13,406 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે એટલે કે 17મી ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

— ANI (@ANI) December 18, 2020

જો કે કોરોના હજુ સંપૂર્ણ ટળી ગયો એવું ન કહી શકાય. રોજ મોટી સંખ્યામાં નવા કેસ તો સામે આવે જ છે. 

5 રાજ્યોમાં કોરોનાના 50 ટકા ઉપર રિકવર થયા દર્દીઓ
દેશના 5 રાજ્યો એવા છે જ્યાં કોરોનાના દર્દીઓ સૌથી વધુ રિકવર થયા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કેરળ. મહારાષ્ટ્રમાં કોરોનાના 17,69,897 દર્દીઓ અત્યાર સુધી રિકવર થાય છે. જે ટકાવારીમાં 93.80 ટકા થાય છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 8,77,199 દર્દીઓ રિકવર થયા છે. ટકાવારીમાં 96.97 ટકા છે. આંધ્ર પ્રદેશમાં 8,65,327 દર્દીઓ જે ટકાવારીમાં 96.97 ટકા, તામિલનાડુમાં 7,80,531 દર્દીઓ ટકાવારીમાં 97.28 ટકા, અને કેરળમાં 6,22,394 દર્દીઓ ટકાવારીમાં 91.07 ટકા અત્યાર સુધીમાં રિકવર થયા છે. 5 રાજ્યોમાં દેશના 55 ટકા દર્દીઓ રિકવર થયા છે. 

ગુજરાતમાં કોરોનાના 1115 નવા કેસ
રાજ્યમાં કોરોનાનો પ્રકોપ ધીરે ધીરે ઘટી રહ્યો હોય તેમ જણાય છે. રાજ્યમાં નવા 1115 કોરોના દર્દી નોંધાયા છે. રાજ્યમાં 1305 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,15,528 દર્દીઓ સાજા થયા છે

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 92.82 ટકા થયો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 54,835 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 843.62 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 88,89,965 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news